STORYMIRROR

Vijay Shah

Romance

4  

Vijay Shah

Romance

હર શ્વાસમાં

હર શ્વાસમાં

1 min
132

ભ્રમર કોઈ ફરી રહ્યું છે તપાસમાં,

મળી જાય કોઈ સુમન આસપાસમાં,


જિંદગીની એકલતા ક્યાં લગી સહેવી ?

મળી જાય કોઈ રાહબર પ્રવાસમાં,


અંધારા ઓછાયે જલાવ્યો દીપ પ્રેમનો, 

મળી જાય કોઈ સ્નેહભર્યા ઉજાસમાં,


ઓસ તણી જાજમ પાથરીને રાખી છે,

મળી જાય કોઈ લાગણીની ભીનાશમાં, 


ચાહત ભીતરની કહી રહ્યો છું 'વીજ', 

મળી જાય કોઈ વિશ્વાસ હર શ્વાસમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance