STORYMIRROR

Vijay Shah

Romance

4  

Vijay Shah

Romance

પ્રેમનું ઝરણ

પ્રેમનું ઝરણ

1 min
225

એકાદ ફૂલ હસતું ત્યાં પણ ખીલ્યું હશે ! 

ભ્રમર કોઈ ભમતું ત્યાં પણ મોહ્યું હશે !


મઘમઘતા ચમનમાં મ્હેક છે કોઈની,

ઈશ્કના મધુવનમાં જઈને ખોયું હશે !


નજરોના મીઠા ભાવથી દીધો આવકારો, 

નયનોના પાંપણથી સ્નેહ સ્ફૂર્યું હશે !


ધડકનો આ દિલની ક્યાંથી રોકાઈ હશે ?

બેબાકળું આ હૈયું પણ કરગર્યું હશે !


ખુદા હશે સાક્ષી એ અવસરનો 'વીજ',

ત્યારથી ઝરણ પ્રેમનું શરૂ થયું હશે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance