Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Drama

4  

Vijay Shah

Drama

કરે છે

કરે છે

1 min
58

દૂર બેઠું કોઈ મુજને તાક્યા કરે છે,

ન જડે પંથ, ને ચરણ ચાલ્યા કરે છે,

ચંચળ આ મનડું માને છે ક્યાં હવે મારું ?

જ્યાં નથી મળવાનું, ત્યાં જ માંગ્યા કરે છે,

ઘાવ ભીતરનાં સળવળ્યાં કરે કાયમ, 

સરે અશ્રુઓ, ને આ નયનો થાક્યા કરે છે,

જિંદગી સોંપવામાં થઈ દશા ભૂંડી મારી,

હું નથી ફાવ્યો, ને એ સતત ફાવ્યા કરે છે,

જમાનાની નજરોથી ખૂબ શીખ્યો છું 'વીજ', 

અહીંયા ખુદના જ ખુદને કાપ્યા કરે છે.

Rate this content
Log in

Similar gujarati poem from Drama