કોને કહું ?
કોને કહું ?
મારે પણ વહેવું હતું ઝરણાની જેમ
ઝણકાર કરતા કરતા મને પણ પહોચવું હતું મારી મંઝિલ પર
મારા આ દર્દની વાત હું કોને કહું ?
સીમાડા તોડી મને પણ વહેવું હતી આ સરિતાની જેમ
સાગર સંગે મને પણ મોજ માણવી હતી મોજાઓની જેમ
મારા તૂટેલા અરમાનોની વાત હું કોને કહું ?
અધૂરી રહી ગઈ ઈચ્છા ઓ અધુરા રહી ગયા અરમાનો
એક બંધિયાર ખાબોચિયું બની રહી ગયા આ અરમાનો મારા
આ દર્દની દાસ્તાન હું કોને કહું ?
સમંદરની શોધમાં નીકળી હતી હુ
પણ અધવચ્ચે રણપ્રદેશમાં જ ખોવાઈ ગઇ હું તો
મારા અસ્તિત્વના થયેલા વિનાશની વાત હું કોને કહું ?
દોષ કોને આપુ હું મારા સ્વપ્નભંગનો ?
તુંટ્યા સપના ઓ મારા રૂઠયા પોતાના મારા
ફૂટ્યો દર્પણ આશા અરમાનોનો
હૈયું થયું ઘાયલ, આ વેદનાની વાતો હું કોને કહું ?
