STORYMIRROR

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract

સાહેબ સાહેબ

સાહેબ સાહેબ

1 min
1.1K

અહીં અમથા અમથા બધા સાહેબ સાહેબ રમે છે,

થાય છે પલાયન ફરજથી છતાં બધાને ગમે છે,


જાણે એવું શું કરીને આવ્યા છે એ ' અમલ ' માં,

છે બીજા સૌ ગૌણ એવા ભ્રમણમાં જ ભમે છે,


ક્યાંક કોઈ ' ઝવેરી ' હવે સાવ નવરો નવરો ફરે છે,

ને પત્થરોની કરચ આગળ મોતીડાં પાણી ભરે છે,


રહી રહી ને આ એક જ સવાલ મનમાં ફરે છે કે,

કદરદાનો આજકાલ આ ' કેવાં 'ની કદર કરે છે ?


કરે છે ઘણું કાર્ય છતાં ય એવા ગુમનામ જ રહે છે,

ખુશામતની પોટલીવાળા હંમેશા અવ્વલ ફરે છે,


હંસલાઓની એ વસાહત હવે સૂની સૂની શ્વસે ને,

બગલાઓ કેરી જમાતને સૌ કેવી સલામો ભરે છે !


નાંખી દેતાં ય હજુ ક્યાંક તો સાચી પ્રશંસા જીવે છે,

લાગે છે એ પણ હવે આ ' ખોટા' થી બૌ બીવે છે,


ચાપલૂસીની દુનિયામાં જાણે બધું ' મૌજે-મૌજ' જ,

નિષ્ઠા કેરા ઓશીકે હવે બહુ 'થોડા ' નીંદર સૂવે છે,


હજુ કાંઠા ય એના એ જ ને નદીઓ પણ એ જ છે,

સૂકાયું તો એ ઝરણ છે જે આદર્શોમાં જ વહે છે,


કિનારે લઈ જનારા નાવિકોની હોડીઓ નથી ત્યાં,

લાલચ લગાવી કાંટે, બસ શિકારીઓ જોવા મળે છે,


અહીં અમથા અમથા બધા સાહેબ સાહેબ રમે છે,

થાય છે પલાયન ફરજથી છતાં બધાને ગમે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract