STORYMIRROR

Kalpesh Vyas

Abstract Drama

4  

Kalpesh Vyas

Abstract Drama

સુખ

સુખ

1 min
276

ખરેખર સુખ પણ છૂપાયેલું ધન છે, 

મન ગોતી રહ્યું છે પણ જડતું નથી, 


સુખની ઝંખના હદ વટાવી રહી છે,

મન ઝંખી રહ્યું છે પણ મળતું નથી,


કેવું લીલું છે જુઓ આ દુ:ખનું લાકડું !

મન બાળી રહ્યું છે પણ બળતું નથી,


કેવો એકલમુડિયો સ્વભાવ છે સુખનો,

મન ભેળવી રહ્યું છે પણ ભળતું નથી,


વિચિત્ર ગુણધર્મવાળું પ્રવાહી છે સુખ,

એ તપે છે ખરું, પણ ઉકળતું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract