મગજમારી
મગજમારી
વાત વાતમાં જાત જાતની કેવી જબરી છે મગજમારી,
થાક્યા ને લાગતી દિવસભરની બિમારી છે મગજમારી,
સ્નેહ સંબંધોમાં તિરાડ પાડતી ચિંગારી છે મગજમારી,
શાંત મનને ઠેસ પહોંચાડતી આડકતરી છે મગજમારી,
સંતોષના અભાવે લોભવૃતીની આકરી છે મગજમારી,
સ્વભાવોની ખટાશે પરિવારમાં ચીતરી છે મગજમારી,
"પ્રણવની કલમ" કહે કડવા વેણ બોલનારી છે મગજમારી.
