મૈત્રી
મૈત્રી
મૈત્રી એટલે
મારા સંસાર સાગરની લહેર,
મૈત્રી એટલે
મારા જીવન બાગની મહેક,
મૈત્રી એટલે
મારા મનમંદિરમાં વાગતી ઝાલર,
મૈત્રી એટલે
મારા હ્ર્દયવૃંદાવનના રાસની ઝલક,
મૈત્રી એટલે
મારા અંતરની ઉર્મિનો પ્રવાહ,
મૈત્રી એટલે
મારા આનંદ ઉલ્લાસનો ઉત્સવ,
મૈત્રી એટલે
સુંદર પ્રભાતના પુષ્પોનો પમરાટ,
મૈત્રી એટલે
બળબળતી બપોરના વૃક્ષનો છાંયડો,
મૈત્રી એટલે
સમી સાંજની સંધ્યાનો રંગ,
મૈત્રી એટલે
અંધારી રાતમાં ચાંદનીનો ઉજાસ,
મૈત્રી એટલે મારી દુનિયા, મારું સર્વસ્વ
મૈત્રીની શું વ્યાખ્યા હોય શકે ?
