આખર દિવસ
આખર દિવસ
વર્ષ આખું વીતી ગયું આજ કાલ કરતાં,
રોજિંદી જિંદગીમાં વ્યસ્ત સૌ થઈ પડ્યા,
સમય વહેતો જાય છે આંખના પલકારે,
ક્યાં મનમરજીથી છે કોઈ અહી જીવતા ?
મનમાં રહી ઈચ્છાઓ પંપાળતા ફરી રોજ,
સાચા સમયે આપણે ભયથી મારી નાખતાં,
કેટલું વિશેષ બચ્યું જીવતર ક્યાં છે ખબર ?
છતાં કાલની ઉપાધીમાં આજનો 'દિ હોમતા.
મનભરી સપનાની દુનિયામાં રંગ ભરી લેજો,
આખર શ્વાસે અફસોસની સાંજ ના નિરખતા.
