જીવનપંથ
જીવનપંથ
હવે મારે કોઈનો સહારો નથી લેવો
મુશ્કેલીઓથી ઝઝૂમી મારે લડતાં શીખવું છે,
પારકી આશા હંમેશા નિરાશા જ આપે છે,
હવે જાત મહેનતથી મંઝિલે પહોંચવું છે,
ભલે જીવનનો પંથ કાંટાળો અને કાંકરોથી ભરેલો હોય,
ધગધગતા ધૂપમાં પણ તે માર્ગ પર ચાલવું છે,
જીવન પંથમાં પ્રગતિના શિખરે પહોંચવું છે,
બસ હવે જાત મહેનતથી મંઝિલે પહોંચવું છે,
ખોટી આશાને છોડી લક્ષ્યને પામવું છે !
