યુનિક ટેક્નિક
યુનિક ટેક્નિક
કોરી ધાકડ ગલી-કૂંચી ને
ઝાકળ પીતાં મારગો...
શાને રે કાનુડા તને લાગ્યા એટલા વ્હાલા..
કે,
રાસ રમવાને છોડી વૃંદાવન,
તું
અહીં યમ સંગ ખેલ્યો હોળી
કે,
અમ જીવ જોખમમાં મૂકાયો
તોય
તું તો ન જ અવતર્યો ને
અમને બચાવવા માટે..!
શું નથી રે અમે તને વ્હાલા
દ્રૌપદી સમ
કે,
ચીર પૂર્યા જેમતેમ એના
એમજ
તો વળી હતાં પૂરવાના તારે
અમ પ્રાણ રે...!
પણ,
તું તો પડ્યો પાછો રે કાનુડા...
જીવલેણ વાયરસ કેમ થયો વ્હાલો દુશ્મનને
કે,
પૃથ્વી આખી પર વરસાવી કહર
ખડખડાટ હસી રમી રહ્યો
તુજ રાજમાં રે લોલ...
ઊગતું પુષ્પ પણ
તે ભરપૂર ખિલવા પૂર્વે જ
એને તેડી લીધું તવ ખોળે
રે કેમ કર્યું તે આવું રે કાનુડા...
હવે ઝૂંટવી જ લીધું
જ્યાં તે
સમય પહેલાં જ
યમ થકી સુખ ચૈન...
કાનુડા..!
શીદને રાખ્યાં રે તેં
મોતનો
વ્યાપાર કરનારાઓને રે..!
ઝૂંટવી લેવી રહી તારે
એમની ય જિંદગી
એમ જ કે જેમ
મર્યું... ખખડ્યું... તરફડ્યું... ખર્યું...
ઊગ્યા વગરનું ય પુષ્પ ય...!
હશે કોઈ મોટી યોજના
આ પાછળ પણ તારી
કોઈક નવતલ...
પણ,
કહીને કરે
તો
તને નથી લાગતું
કે,
આસાન થઈ જાય
તારી સરપ્રાઈઝવાળી
જીવ કિડનેપ કરી
સ્વર્ગે લઈ જવાવાળી
યુનિક, અતરંગી
ટેકનિક..!
