STORYMIRROR

Mrugtrushna Tarang

Drama Tragedy Thriller

3  

Mrugtrushna Tarang

Drama Tragedy Thriller

ઈ તાળું

ઈ તાળું

1 min
596

બારણે લટકતું ઇ તાળું વિશ્વાસ ઠેકવી ગયું,

ઘરનો મોભી ઘસઘસાટ ઊંઘવા તરફ વળ્યો..


ધનની તિજોરી, કૂંચી હેઠળ બેફિકરી કેળવતી થૈ,

તનની તિજોરી, અજંપા સાથે મનને મારતી રહી...


તારી પ્રીતની રીત નથી સમજવી હવે મને સખે,

મજબૂર થતો હોય જરૂરિયાતનો સંબંધ કેળવવા જે !


તારી બધી 'ના'ને મૂલવતો તું જ તારા હિસાબે

મારી 'ના'ને અવગણી સાચવતો તું મને કયે મિજાજે !


બુદ્ધિશાળી તું તારી ગોઠવણે ચાલે એ કેમ ચાલે !

'ચલાવી લઉં છું' એટલે જ તો ન્થ કિંમતી હું કોઈ કાળે !


બસ બહુ થયું, 'મદદનીશ' ઈલ્કાબને લાયક ન્થ તું,

થેંક્યું, નવો શીખવ્યો પાઠ ફરી તેં, અલગ જ સારાં હું ને તું !


કોસી રહી હું એ નબળી ક્ષણને કે, ઢળી'તી હું તુજ કને,

તું એજ છે જે હતો પહેલે દા'ડે, મતલબી સ્વભાવે !


પોતાના સમયે - સગવડે જ કરી જાણતો સ્નેહ,

પામવા જ થ્યો'તો નિકટ, સ્વધર્મે, સ્વકર્મે થવા ફતેહ !


Rate this content
Log in

Similar gujarati poem from Drama