STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

4  

'Sagar' Ramolia

Abstract

ચાલે છે

ચાલે છે

1 min
454

હું પાછળ ને મન આગળ ચાલે છે,

મનના કંપનથી ભૂતળ ચાલે છે,


લોકોની વાણી ભેગી થાય જ્યાં,

વાતોનું ત્યાં મોટું બળ ચાલે છે,


નોધારું વરસી પડશે હમણાં એ,

મનમાં એવું આ વાદળ ચાલે છે,


માંહ્યે જામ્યો છે સૂરોનો જલ્સો,

હૈયાનું ઝરણું ખળખળ ચાલે છે,


'સાગર' પણ બોલાવી થાકી જાતો,

સપનાંમાંયે જાણે છળ ચાલે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract