STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

4  

Bharat Thacker

Abstract Inspirational

સમય

સમય

1 min
480

સમયની શું વાત કરવી ? સમય સમયની વાત છે

સમયનો કરી લ્યો સદુપયોગ એ જ સાચી તાકાત છે,


આ ભાગતી, રઝળપાટ કરતી દુનિયામાં કોને છે સમય ?

થોડો સમય ફાળવો મા-બાપને, એ સહુથી મોટી સોગાત છે,


સમય આપણને સમજાતું નથી, પણ ઘણું બધું સમજાવી જાય છે

સમય જેવો કોઈ ગુરુ નથી, સમયની અલૌકિક જ ભાત છે,


સમય નથી હોતો સારો કે ખરાબ, સમય રહે છે હંમેશ સમય

સમય ને સમજી શકે એવી ક્યાં કોઈની વિસાત છે,


તટસ્થ ભાવે નિરખતી રહેવાની છે સહુએ પોતાની ચડતી પડતી

‘યે ભી કબ તક’ વાળી વાત પચાવીને કરવાની આત્મસાત છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract