STORYMIRROR

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational

હું, હું છું !

હું, હું છું !

2 mins
303

મને જાતે ઊગ્યાનું થોડું ગુમાન રહેવા દો,

કશુંક ખાસ છે મુજમાં એ મને કહેવા દો !

હું, હું છું ને મને હું જ રહેવા દો !


બીજમાંથી બની છોડ હવે ખુદ વધવા દો,

કાપી ડાળખી મારી કલમ કરવી રહેવા દો !

હું, હું છું ને મને હું જ રહેવા દો !


હશે ખાસ રીત એમની મને શીખવાનું સહેવા દો,

હું છું ને એ પણ છે હવે તો સરખાવવું રહેવા દો !

હું, હું છું ને મને હું જ રહેવા દો !


સારાપણાના ઇલકાબો ભલે એમને પહેરવા દો,

છો રહ્યા સમંદર એ બધા, ઝરણું આ વહેવા દો,

હું, હું છું ને મને હું જ રહેવા દો !


ગમુ કે ના ગમુ પણ, જે સાચ છે એ મને કહેવા દો,

થોડી ખારાશ પણ જરૂરી છે આ સમંદરે રહેવા દો,

હું, હું છું ને મને હું જ રહેવા દો !


લાગણી વ્યક્ત કરું ના ભલે,અંતરમને વહેવા દો,

આંખોથી ના દીસે પણ હૃદયે એ ભાવ રહેવા દો !

હું, હું છું ને મને હું જ રહેવા દો !


જોઈ શકો ના ભલે મારી નજરે, મને નિરખવા દો,

તમ મૂલ્યાંકનોના ત્રાજવા ખોટવાળા જ રહેવા દો !

હું, હું છું ને મને હું જ રહેવા દો !


હશે દલીલો ધારદાર તમારી, મને મૌન જ રહેવા દો,

ક્યારેક કોઈ બિંદુ મારું તમારું એકસમાન રહેવા દો !

હું, હું છું ને મને હું જ રહેવા દો !


અનુકુળતાઓ ને તમારી પંપાળવી જરા રહેવા દો,

સમજણના સેતુઓ અવગણવા હવે તો રહેવા દો !

હું, હું છું ને મને હું જ રહેવા દો !


ગોઠવો સોગઠાં રમતનાં નિત અહીં મને હારવા દો,

જીતો પ્રશંસા બધી અહીં આલોચના આવવા દો !

હું, હું છું ને મને હું જ રહેવા દો !


મને જાતે ઊગ્યાનું થોડું ગુમાન રહેવા દો,

કશુંક ખાસ છે મુજમાં એ મને કહેવા દો !

હું, હું છું ને મને હું જ રહેવા દો !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract