Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational Children

4  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational Children

આવું કેમ બનતું હશે ?

આવું કેમ બનતું હશે ?

2 mins
436


આ સુગરીએ શું આર્કિટેકચરમાં કોઈ ડિગ્રી લીધી હશે ?

કેવી સુંદર માળાની ગૂંથણી કરવાનું એ ક્યાંય શીખી હશે ?

એણે આ તાલીમ ક્યાંથી લીધી હશે ?


શું આ કોયલે સંગીતમાં માસ્ટર કર્યું હશે ?

આવા સુંદર રાગ રાગિણીની,

એણે તાલીમ ક્યાંથી લીધી હશે ?


શું આ ઝરણું કોઈ સ્કૂલમાં ગયું હશે ?

આ ખળ ખળ વહેવાનું,

સદા ખુશ રહેવાની,

એણે તાલીમ ક્યાંથી લીધી હશે ?


આ ચાંદ સૂરજ કેવા નિયમિત છે !

જગતને આપે સદા પ્રકાશ,

આ નિયમિતતાના પાઠો ક્યાં શીખ્યા હશે ?

એણે આ તાલીમ ક્યાંથી લીધી હશે ?


આ બગીચાના બધા છોડ કેવા ડીસિપ્લીનમાં છે !

એક બીજા સાથે કેવા સંપીને રહે છે !

આ એકતાના પાઠ એણે કોણે શીખવ્યા હશે ?

એણે આ તાલીમ ક્યાંથી લીધી હશે ?


આ પહાડ કેવો મક્કમ છે !

આ વાવાઝોડું પણ એનું કંઈ બગાડી શકતું નથી.

આવું દ્રઢ મનોબળ રાખવાનું ક્યાંથી શીખ્યો હશે ?

એણે આ તાલીમ ક્યાંથી લીધી હશે ?


આ ધરતી કેવી સહનશીલ છે !

એણે ખોદનારને પણ મીઠું જળ આપે.

બીજ વાવનારને સો ગણુ પાછું આપે.

ધરતીએ આ નૈતિક મૂલ્યો ક્યાંથી મેળવ્યા હશે ?

એણે આ તાલીમ ક્યાંથી લીધી હશે ?


આ વસંત આવી ને ધરતીએ સોળે શણગાર સજ્યો.

લાલ લીલું ઘરચોળું.

અંબોડે ફૂલની વેણી.

માથે પહેર્યો ગુલાબનો તાજ.

કરે એ બાગે રાજ.

શું આ ધરતી એ કોઈ બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો હશે ?

એણે આ તાલીમ ક્યાંથી લીધી હશે ?


મારું મન કરે કેટલાય સવાલ.

આ ફૂલોમાં રંગ કોણ ભરતું હશે ?

આ પતંગિયું પ્રકાશ માટે કેમ મરતું હશે ?

આ પ્રકૃતિને નિયમિત કોણ કરતું હશે ?

મારા આ અદ્રશ્ય મનમાં આટલા વિચારો કોણ ભરતું હશે ?

શું આ મન શરીર વગર ક્યાંય એકલું ફરતું હશે ?

આવું કેમ બનતું હશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract