એક સપનું
એક સપનું


એક સપનું વાસી !
કરમાયેલા ફૂલ જેવું
ખીંટીં પર લટકતાં
વપરાયેલા રૂમાલ જેવું
વપરાયેલાં સાબુની પતરી જેવું
ફ્રીજમાં રાખેલી વાસી રોટલી જેવું
વીતી ગયેલા દિવસ જેવું
કેલેન્ડરનાં ગઈ કાલનાં
ડૂચા કરેલાં કાગળ જેવું
ડસ્ટબીનમાં પડી
ડૂસકા લે છે…!