STORYMIRROR

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

4  

Rupal Sanghavi "ઋજુ"

Abstract Inspirational Others

પાંપણથી મોતી ખર્યાં

પાંપણથી મોતી ખર્યાં

1 min
341

શમણાં મારાં થઈને મોતી આંખોથી જો સરક્યાં,

તારી નાજુક હથેળીએ સ્વપ્ન મોતીડાં ઝીલ્યાં,


નાનેરાં ઓ બાળ તું મારાં હર સંઘર્ષનો સાક્ષી, 

તારાં નાના કોમળ હાથે ઊનાં આંસુડાં લૂંછ્યાં,


નાની ઉંમરમાં સમજણની વાતો કરે મોટી મોટી,

મોટેરાંનો થૈ આધાર સદા હેતના હીંચકે ઝૂલ્યાં,


નાદાન શૈશવને જો આજે આવી ઊભી યુવાની,

અતિત વર્તમાને બિંબિત થૈ સફર સમયની ભૂલ્યાં,


સાહસ, હિંમત, ધૈર્ય, થકી જીવનના લક્ષ્યને પામી,

માતપિતાના આશિષ લઈ પાંપણથી મોતી ખર્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract