બોલે છે
બોલે છે


જિંદગીની ઊંડાણમાં પડેલું દિલ, હૈયાની જુવારને ખેડતું હળ,
કાદવમાં હસતું ખીલેલું કમળ, કળા કરી નાચતો મયુર,
માળામાં બેઠેલા પક્ષીના બચ્ચા, વરસાદના બુંદને ઝીલતી ધરતી,
વસંતની વધામણીથી ઝૂમતાં વૃક્ષો, ખળખળ વહેતી નદીના સૂરો,
માતાની મમતાને પોકારતું બાળક, આનંદથી ઓતપ્રોત બનેલા બાળકો,
બોલે છે..