મારી મૂંઝવણ
મારી મૂંઝવણ
શું આ સ્વાર્થના જમાનામાં,
હું પણ સ્વાર્થી બની જઈશ,
શું આ બદલાતો સમય થઈ ગયો છે,
તો હું પણ બદલાઈ શકીશ સમય સાથે,
શું હું બધાને સમજવાની કોશિશ કરું છું,
તો કોઈ મને પણ સમજી શકે એવું બનશે,
શું હું બધાની ભૂલો તરત જ માફ કરૂં છું,
તો કોઈ મારી એક પણ ભૂલ જતી કરે એવું બનશેે ખરી.
