STORYMIRROR

Bindya Jani

Abstract Inspirational Others

4  

Bindya Jani

Abstract Inspirational Others

ટેરવાંના સ્પર્શે

ટેરવાંના સ્પર્શે

1 min
348

જુઓ આ કરામત કેવી થાય છે ટેરવાંના સ્પર્શે,

સિતારના તાર ઝણઝણી ઊઠે ટેરવાંના સ્પર્શે,


વેદના સંવેદના શબ્દો બની ઝીલાય સંગીતમાં,

સૂર અને તાલ ધમધમી ઊઠે ટેરવાંના સ્પર્શે,


શબ્દોનો શણગાર થાય કલમના કસબી બની,

ને કલમની કરામત થાય છે ટેરવાંના સ્પર્શે,


અવનવા ચિત્રો થકી ઉપસી આવે છે ચિત્રકારી,

રંગ પીંછીથી કરામત થાય છે ટેરવાંના સ્પર્શે,


જુઓ આ કાયાની કરામત કેવી કરી છે પ્રભુએ, 

થશે રાખ કાયા અગ્નિ સંસ્કારથી ટેરવાંના સ્પર્શે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract