STORYMIRROR

Pooja Patel

Abstract Inspirational

4  

Pooja Patel

Abstract Inspirational

ચટણી

ચટણી

1 min
315

ખાટી મીઠી ચટણી,

ખાટી મીઠી ચટણી,

મને તો ભાવે ખાલી આંબલીની ચટણી,

ખજૂર સાથે મિશ્ર થાય આંબલીની ચટણી,

હાડકાં મજબૂત બનાવે આંબલીની ચટણી,

પાચન સક્રિય કરે આંબલીની ચટણી,

ખરાબ લોહીને શુદ્ધ કરે આંબલીની ચટણી,

આંખોની ઊંઘ ઉડાડે આંબલીની ચટણી !


તીખી તીખી ચટણી,

તીખી તીખી ચટણી,

મને ભાવે ભજીયાં સાથે કોથમીરની ચટણી,

મમરાની ભેળમાં નાખું કોથમીરની ચટણી,

લસણ, ફુદીના નાખી બનાવું કોથમીરની ચટણી,

રજવાડી ભેળનો સ્વાદ વધારે કોથમીરની ચટણી,

આંખોની રોશની વધારે કોથમીરની ચટણી,

પાણીની વધારે તરસ લગાડે કોથમીરની ચટણી,


તમતમતી ચટણી,

તમતમતી ચટણી,

મને ભાવે ઓળા સાથે લસણની ચટણી,

છાશમાં વઘારું રોટલી સાથે લસણની ચટણી,

વડાપાવનાં પાવ શેકાવે લસણની ચટણી,

રજવાડી ઢોકળીનું શાક સજાવે લસણની ચટણી,

રીંગણા, ભીંડા, કારેલાં ભરે લસણની ચટણી,

સૂકી રોટલી સાથે ખાઈ શકાય લસણની ચટણી,


કવિતાની ચટણી,

કવિતાની ચટણી,

મે કહી મારી કવિતામાં મારી ભાવતી ચટણી,

જીભના ટેરવે યાદ આવે મારી ભાવતી ચટણી,

વાનગીને નવો તાજ આપે મારી ભાવતી ચટણી,

અતિરેક થતાં હેરાન કરે મારી ભાવતી ચટણી,

જઠરાગ્નિને શાંત કરે મારી ભાવતી ચટણી,

એક કવિતામાં મે સમાવી મારી ભાવતી ચટણી !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract