મને પ્રિય લાડુ
મને પ્રિય લાડુ
ભીમને ભાવતું ભોજન લાડુ,
મને ખૂબ પ્રિય લાડુ,
શક્તિવર્ધક લાડુ,
બ્રાહ્મણોનું પ્રિય ભોજન લાડુ,
ખાય નાના-મોટા, થાય રાજી,
જલ્દી ન થાય વાસી,લાડુ,
અનેક રીતથી બને લાડુુ,
ચણાનાં લોટનાં બને લાડુ,
રવાથી બનાવી શકાય લાડુ,
ભાખરીનાં ચુરમામાંથી બને લાડુ,
બાળકોને પ્રિય લાડુ,
દરેક પ્રસંગોમાં હોય લાડુ,
ગણેશ ચોથમાં બને લાડુ,
ભાદરવી ચોથમાં ગણેશને ધરાય લાડુ,
રક્ષાબંધનમાં બહેન, ભાઈને જમાડે લાડુ,
ભાઈબીજમાં બેન ભાઈ જમે લાડુ,
લગ્ન પ્રસંગમાં લાડુ, દાડામાં અપાય લાડુ,
બાળક જમતાં શીખે, પછી અપાય લાડુ,
જલ્દી અને સરળતાથી ઝાઝા બને લાડુ,
ઓછી મહેનતથી, ઝાઝાને જમાડી શકાય લાડુ,
પીરસવામાં સરળ પડે લાડુ,
ભાતુંમાં આપી શકાય લાડુ,
વર્ષો જૂનું જાણીતું ભોજન લાડુ,
ઘી, ગોળ ને ઘઉંનાં લોટનાં લાડુ,
અપરમાદ નહીં કરતાં આ લાડુ,
જમો નેે, જમાડો સૌને લાડુ.
