STORYMIRROR

Pooja Patel

Abstract Inspirational

4  

Pooja Patel

Abstract Inspirational

થીગડાં જીવનનાં

થીગડાં જીવનનાં

1 min
233

દુઃખો હંમેશા આપતી,

કપરી પરસ્થિતિમાં જ્યારે;

સુખનો વરસાદ લાવી મારા જીવનમાં,

ત્યારે મારી જિંદગી બોલી ઊઠી !


માનસિક તણાવો આપતી,

દુકાળમાં અધિકમાસ આવ્યો જ્યારે;

ખુશીઓનો વરસાદ લાવી મારા જીવનમાં,

ત્યારે મારી જિંદગી બોલી ઊઠી !


હજારો મુશ્કેલી આપતી,

મુસાફરીના રસ્તે વળાંક આવ્યો જ્યારે ;

મહેનતનો રંગ લાવી મારા જીવનમાં,

ત્યારે મારી જિંદગી બોલી ઊઠી !


ધોમધખતા તાપમાં,

બેકારીનાં કાંટાઓએ ઘા આપ્યાં જ્યારે;

સારી નોકરીની તકો આવી મારા જીવનમાં,

ત્યારે મારી જિંદગી બોલી ઊઠી !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract