STORYMIRROR

Sangita Dattani

Abstract Inspirational

4  

Sangita Dattani

Abstract Inspirational

દિવાળી

દિવાળી

1 min
305

જીવતર જીવે જે વટથી, વીરલા ઈ કહેવાય,

સ્વ કાજે તો સહુ જીવે, પરકાજે જીવનાર પૂજાય,


ઝાઝાં મીઠડાં બોલે વેણલાં, પાછળ કરે નિંદા અપાર,

સંગ કરે કોઈ એવાં જણનો, જીવતર બને એનું ઝેર,


દીપ દિવાળીએ સહુ કરે, ભીતર કરે ન ઉજાસ કોઈ,

જો ભીતર પ્રગટાવે દીપ સાચો, સદાય દિવાળી હોય,


શબ્દ અમૂલખ સંપત્તિ, ઉપયોગ જો સાચો હોય,

દુઃખડા હરે દુખિયા કેરા, જાદુ શબ્દનો જો સાચો હોય,


ભેરુ ગણીને ભેટીએ, તો પ્રકાશપર્વ ભીતરે હોય,

શુદ્ધ હૈયાનાં ભાવ થકી, અંતરમાં સાચી દિવાળી હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract