STORYMIRROR

Dr. Pushpak Goswami

Abstract Others

4  

Dr. Pushpak Goswami

Abstract Others

એકલપંથ પ્રવાસી

એકલપંથ પ્રવાસી

1 min
288

મળ્યું છે અમુલું જીવન, મન ભરીને માણી લેજો,

નહિ રહે પછી કંચન કાયા, હેતથી વ્હાલ કરી લેજો,


રાગ-દ્વેષ ને વેર-ઝેર, છે બધા કજિયાનાં મૂળ,

મીઠી બોલીથી પ્રેમ, વહેંચાય તેટલો વહેંચી લેજો,


નાત જાતનાં ભેદભાવ, છે માનવનાં સઘળા કામ,

લોહી વહે છે સૌમાં લાલ, કાપી આંગળી જોઈ લેજો,


શાને ઝઘડવું ધર્મના નામે, એક પિતાના છીએ સૌ બાળ,

રહીમ મળે તો ઝૂકી જાજો, રામ મળે તો ભેટી લેજો,


એકલાં જ આવ્યા'તા, ને એકલાં જ જવાના,

જિંદગી કેરો મર્મ આ, સમજાય તમે તો સમજી લેજો,


કોણ લઈ જઈ શક્યા સંગે, જર જોરૂ ને જમીન,

ખાલી હાથ જવાનું સૌએ, સિકંદરને પણ જોઈ લેજો,


નથી કોઈ સાથે ચાલનારું, આ જિંદગીના પથ પર,

એકલપંથ પ્રવાસી સૌ, સત્ય જીવનનું જાણી લેજો,

એકલપંથ પ્રવાસી સૌ, સત્ય જીવનનું જાણી લેજો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract