STORYMIRROR

Nardi Parekh

Abstract

4  

Nardi Parekh

Abstract

ગાંધીની આંધી

ગાંધીની આંધી

1 min
410

ગાંધી તારી આંધીએ,

દેશને દીધો બાંધી,


સત્યાગ્રહનો સંદેશ ફેલાવી,

જન મન ને દીધા સાંધી,


પણ, આજ તારી ગાંધીગીરીને

વટાવનારા ઉજળાં ફરે છે,


ઉજળી તારી છાપને,

કાળું નાણું બનાવી ભરે છે,


ગાંધીજીને નામે કુકર્મો કરતાં,

માતેલા સાંઢ બની ચરે છે,


ગાંધી તારી ટોપી પહેરીને,

સૌને ટોપી પહેરાવતા ફરે છે,


નિજનો સ્વારથ સાધવા,

પ્રજાનું ચેન હરે છે,


ગાંધી જયંતીને ડ્રાય ડે બનાવી,

બમણા ભાવે બમણો નશો કરે છે,


આજે વિશ્વભરમાં તારી

પતાકા લહેરે છે,


અહીં તો મતલબ વિના,

તને કોણ સમરે છે ?


બાપુ તું તો મૂર્તિ બની સરી ગયો,

તારે નામે અહીં પથરા તરે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract