STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

4  

Bharat Thacker

Abstract Inspirational

ઉર્જાની ઉજવણી - નવરાત્રી

ઉર્જાની ઉજવણી - નવરાત્રી

1 min
429

સનાતન ધર્મની સંસ્કૃતિ અને વૈશ્વિક ચેતનાનો કરાવે ચિતાર છે,

નવરાત્રી તો, શ્રધ્ધાના સ્પંદનો સર્જતી દેવીઓની સુમધુર સીતાર છે.


માત્ર ગરબા રમીને, મોજમજા કરવા પૂરતી નથી સીમીત,

નવરાત્રી તો શક્તિની આરાધના કરવાનો તહેવાર છે.


કૃત્રિમ રોશની અને ઝાકળઝોમની ભરમાર વચ્ચે,

એક ગરબાની રોશની, ભીતરની જ્યોતનો, કરાવે સાક્ષાત્કાર છે.


અંદરથી પ્રગટી જાય જ્યોત તો, એની પોત છે અલૌકિક,

નવરાત્રી તહેવાર તો, નિજાનંદથી પરમાનંદ સુધી જવાનો દ્વાર છે.


ઢોલ, નગારા, આરતી, આરાધના, ગીત, ગરબા અને રાસની રમઝટ,

નવરાત્રી તો મનપાંચમના મેળાની મસ્ત મજાની મલ્હાર છે.


દરેકે દરેક ચીજને, તર્કથી તોલવું બની રહે છે અતાર્કિક,

નવરાત્રી તો, ભક્તિની શકિતથી હંમેશા સદાબહાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract