STORYMIRROR

વીણા કુલદીપસિંહ ડોડીયા રાહી

Abstract Inspirational

4  

વીણા કુલદીપસિંહ ડોડીયા રાહી

Abstract Inspirational

કામણગારો કાનો

કામણગારો કાનો

1 min
391

ચુંબકીય આકર્ષણ છે,

કામણગારા કાન તારું,

તુજ તરફ ખેંચાઈને,

ભૂલું છું હું ભાન મારું,


રાજ ચાલે તારું બધાનાં હૃદય પર,

તુજને પામું તો સૌભાગ્ય મારું,


હાંસી ઉડાવે દુનિયા તો કંઈ વાંધો નહિ,

તુજને ગમતું કામ કરું,

એ જ કામ મારું,


વધારે સમય તુજથી દૂર ન રહી શકું,

હવે, તો આપ સાચું સરનામું તારું,

કસમ કાન તારી ખાઈને કહું છું,

તારા વિના નથી કોઈ મારું,


તને કશું આપવા હું સક્ષમ નથી,

બસ તારા પર મારી જાત હારું,

હૃદયાસન પર બિરાજમાન, હે પ્રભુ !

દિલના દીવડા થકી તારી આરતી ઉતારું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract