STORYMIRROR

વીણા કુલદીપસિંહ ડોડીયા રાહી

Romance Others Children

3  

વીણા કુલદીપસિંહ ડોડીયા રાહી

Romance Others Children

કાન્હાની કરામત

કાન્હાની કરામત

1 min
193

કાળજું કાપીને કર્યું અર્પણ તોપણ,

 ન થયાં તમે મારાં,

વેઠવાનો વિરહ વર્ષો લગી મારે,

ને પીવાના રહ્યાં અશ્રુ ખારા,


રીત-રસમો અને રિવાજોની,

 મારાં પગમાં પડી છે બેડી,

ઝાંખી પડી છે નજરું મારી,

જડતી નથી મને સાચી કેડી,


કરામત કર કાન્હા કંઈક તું,

લઈ શકું તારું શરણું,

સાચો સખા મારો તું જ છે,

તને પામવાનું જ છે બસ શમણું,


હસવું, રડવું, મારું બધું,

બસ તારા જ કારણે,

આખી દુનિયા ફરીને,

આવી ઊભી તારા જ બારણે,


કસોટીઓ મારી કેમ ?

લે છે તું નિત નવી,

દર વખતે ક્યાંથી લાવે છે ?

રીતો તું આવી અવનવી !


કરી કરામત હર વખતે,

છોડાવ્યા મુજ મોહ - પાશ,

એટલે જ તો જાગી છે, 

હવે તને મળવાની તીવ્ર આશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance