STORYMIRROR

વીણા કુલદીપસિંહ ડોડીયા રાહી

Inspirational Children

4  

વીણા કુલદીપસિંહ ડોડીયા રાહી

Inspirational Children

કેડી નવી કંડાર

કેડી નવી કંડાર

1 min
430

હે માનવ !

તું છે ગુણોનો ભંડાર,

 તું નવી કેડી કંડાર,


 બન સાવજ,

 ભર તું હુંકાર !

 કર તારું સપનું સાકાર,

તું કેડી નવી કંડાર,


તું જ શિલ્પી છે,

 તારા જીવન તણો,

 ભલે કઠિન હોય રાહ,

 તોય સપનાંનો મહેલ ચણો,

 પામી લે સફળતા,

પછી સંભળાશે તારો રણકાર,

તું નવી કેડી કંડાર,


સપનાં તણાં રંગો છે,

ચિત્ર છે જિંદગી તણું,

લઈ પીંછી રંગી દે,

તારું જીવન સઘળું,

 તું જ છે તારા જીવતરનો ચિત્રકાર,

તું નવી કેડી કંડાર,


આશાઓનું આભ છે,

ઈચ્છાઓની પાંખ છે,

બની મુક્ત છે પંખી ઊડ,

તારી પાસે આવ્યો લાગ છે,

આતમ ને તન થયા એકાકાર,

તું નવી કેડી કંડાર,


મનમાં શ્રદ્ધા રાખજે,

મુસીબતથી દૂર તું ના ભાગ,

પામીશ તું નિશ્ચય સફળતા,

જગાડ પ્રબળ ઈચ્છાની આગ,

બસ, ન કર તું હવે તકરાર,

તું નવી કેડી કંડાર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational