STORYMIRROR

વીણા કુલદીપસિંહ ડોડીયા રાહી

Abstract Others Children

3  

વીણા કુલદીપસિંહ ડોડીયા રાહી

Abstract Others Children

મારી મીઠી ભાષા

મારી મીઠી ભાષા

1 min
120

ગુજરાતી હોવાનો આપણે,

ગર્વ સૌ લઈએ છીએ,

તો પછી, કેમ વિદેશી ભાષાને મહત્વ આપીએ છીએ ?

આપણી સંસ્કૃતિ અને ભાષાને ભૂલતા જઈએ છીએ,

બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણવા મૂકવા જઈએ છીએ,


ઇંગ્લિશમાં બોલીએ તો,

 સૌને ઇન્ટેલિજન્ટ લાગીએ છીએ,

 અને જો, ગુજરાતી બોલ્યાં તો અભણમાં ગણાઈએ છીએ !

મધ નીતરતી મારી ગુજરાતી ભાષા,

માતાના ધાવણમાં મળી છે મને મારી ભાષા,

ગુજરાતી ગર્વથી બોલો કારણ કે,

 તે છે આપણી માતૃભાષા,

ભણો, ગણો ભલે અંગ્રેજીમાં,

પણ ન ભૂલો તમે આપણી ભાષા,


વારસો આગળ વધારવા જરૂરી છે ભાષાનું જ્ઞાન,

સમજી જજો ગુજરાતી,

ખોટાં મોહમાં તમે ભૂલ્યા ભાન,

ઝઘડો કરો ગુજરાતીમાં,

સપનાં દેખો ગુજરાતીમાં,

તો પછી કેમ બોલતાં ખચકાઓ ગુજરાતીમાં,

હું કવિ છું,

હું કવિતા જ્યારે,

અંગ્રજીમાં લખું ત્યારે મગજ કસવું પડે છે,

હિન્દીમાં લખું ત્યારે મનને ઢંઢોળવું પડે છે,

પણ,

જ્યારે ગુજરાતીમાં લખું છું,

ત્યારે આપોઆપ આત્મામાંથી શબ્દો નીસરી પડે છે કારણ કે ગુજરાતી છે મારી આત્માની ભાષા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract