Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

My creation Rahi

Children

3  

My creation Rahi

Children

નાનાં બાળકનાં મનમાં અનેક સવાલો

નાનાં બાળકનાં મનમાં અનેક સવાલો

1 min
197


બાળક: હે માત !

અંધારી આ રાત,

આકાશમાં તારા કેટલાં હજાર ?

ગણું ત્યારે ભૂલું હું વારંવાર !


માતા: હે બાળ, મારાં ભોળુંડા,

પ્રકાશ તણાં આ અસંખ્ય ટુકડા,

ગણવાની તું તેને કોશિશ ન કર,

બસ એને દેખીને તારું મનડું ભર,


બાળક: હે મારી માત !

મારે પૂછવી તને એક વાત !

ચાંદો સવારે ક્યાં સંતાય ?

રાત્રે સૂર્ય શું તેનાં ઘરે સૂવા જાય ?

 

માતા: બાલુડા મારાં !

મૂંઝવે પ્રશ્નો તારાં !

સાંભળ કહું તને એક વાતલડી,

ચાંદ વિના સૂની રે રાતલડી,

સૂર્ય અને ચંદ્ર પડ્યા એક વેળા બાખડી,

તેથી ન મળતાં તેઓ એક પણ ઘડી,

આકાશમાં એક વેળા એકનું જ રહે રાજ,

બંને જણા વારંવાર એ પહેરાવે ધરતીને તાજ,


બાળક : સરિતાઓ મળી સાગરમાં,  

 તોય તેનું કેમ ખારું પાણી ?

પર્વતો ઊંચા કેમ ?

વૃક્ષો વરસાદને શી રીતે લાવે તાણી ?


માતા: પર્વતો ઊંચા તેનું કારણ ?

હા ! દૂધ પીવાની પીવામાં તારા જેમ ન કરતા આનાકાની,

સાગરમાં મળી સરિતાઓ તે છતાં કેમ ખારો ?

 તો સાંભળ,

ઘંટી ફરે તેમાં મીઠાની, તે કહાની સૌએ જાણી,

 વૃક્ષો છે ઈશ્વરના દૂત,

 તેથી તે વરસાદને લાવે તાણી !


Rate this content
Log in

Similar gujarati poem from Children