STORYMIRROR

નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'

Children

4  

નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'

Children

દીકરી

દીકરી

1 min
226

મારા ઉર તણી ઊર્મિઓની વાચા છે દીકરી,

જીવન તણી નિરાશાની અનેરી આશા છે દીકરી.


મારી કવિતાનો રેલાયેલો સૂર છે દીકરી,

જિંદગીના આગાધ આનંદનું ઘોડાપુર છે દીકરી.


પિતાની ભાવનાઓથી કંડારાયેલી અદ્દભુત પ્રતિમા છે દીકરી,

માતાના પ્રેમથી સિંચાયેલી પરિપૂર્ણ પ્રતિભા છે દીકરી.


આ જગતનો આધાર, સૃષ્ટિની સુંદરતા છે દીકરી,

અવિરત વહેતી સ્નેહસભર સરવાણી છે દીકરી.


વરસે જો આમ હજારો ઝડીઓ વસંતની ને તોય ઓછી પડે,

એવું તો નિર્દોષ હસીને શરમાય છે દીકરી.


એનો જ હાથ ઝાલી હું જઈશ ઘડપણની સફરે,

મારા જીવનપંથની એક જ સાથી છે દીકરી.


અત્યારે તો હું કહેતો વિરાંગનાઓની કથાઓ એને,

મોટી થઈને વિશ્વ ખૂંદી વળશે, સાહસિક થશે દીકરી.


બે-બે કુળને ઉજાળનારી પવિત્ર જ્યોત છે દીકરી,

પિયરની પારસમણિ અને સાસરીનો શણગાર છે દીકરી.


Rate this content
Log in

Similar gujarati poem from Children