STORYMIRROR

નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'

Romance

4  

નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'

Romance

મારા હૃદયની મુલાકાતે

મારા હૃદયની મુલાકાતે

1 min
611

મારા હૃદયની મુલાકાતે તમે એકવાર આવો ફરી,

તમારા વિરહની વેદનાએ એની શી હાલત કરી,


તુજ બેવફાઈના જખમ, એમાંથી રક્ત વહે છે હજી,

યાદો કેટલીક તમારી, અધૂરી કહાની કહે છે હજી,


ખોલો હૃદયનો એ ઓરડો ફરી, જ્યાં રહેતા હતા તમે,

ઓકશે આગ એ તન્હાઈની, ખૂબ એને તપાવ્યો છે અમે,


સાચવી રાખ્યા છે સાથે માણેલી પળોના એ સંભારણા,

મુજ હૃદયમાં જ હું રડતો રહ્યો છું બંધ કરીને બારણાં,


મૈત્રીના નશામાં હૃદયની ફર્શ પર કોતરેલું એ તારું નામ,

ભૂંસી નાખ એને તું હવે, એનાથી થયો છું હું ઘણો બદનામ, 


તારા પ્રેમપત્રો અને મારી ગઝલો એક ખૂણામાં પડ્યા રહે છે,

તારી યાદોની આંધી વખતે એ આખા હૃદયમાં ઊડ્યા કરે છે, 


જ્યાં સંગીત ગુંજતું હતું તારું ત્યાં હવે છે ફક્ત મારુ રુદન,

પ્રણયની રમતમાં હૃદયનું તમારી સામે થયું છે કેવું પતન, 


જઈ રહ્યું છે હૃદય આ હવે મૃત્યુ સમીપે, તું એને બચાવ,

આવીને જીવનમાં મારા, ફરી એકવાર 'પ્રેમનિર્ઝર' વહાવ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance