Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'

Romance

4.5  

નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'

Romance

તસવીર મળે

તસવીર મળે

1 min
270


મને ક્યાંકથી એમની જો તસવીર મળે,

આ તરસ્યા નયનોને પછી જરા કળ વળે, 


શોધવા નીકળું હું ઉજાસ ખુશીઓનો અહીં,

અંધારી કેડીઓમાં પછી મને આગિયા મળે, 


લખવા બેસું હું ગઝલ વિષય રૂપનો લઈને જો,

એમની રેશમી લટે જ મને બે-ચાર શે'ર મળે, 


જામને પીવામાં જ્યારે ન રહી હોય કશી મજા,

ને ત્યાં જ એવું બને એમના હોઠ શરાબી મળે,


એમના આગમનની વાટ જોઈ બેઠો રહું દિનભર,

ને રાત્રે આવીને ધીમેથી મને એ સપનાંમાં મળે, 


રોજ આપું પાણી છતાં સૂકાભઠ રહે ઉપવનો,

ને જો એમના પડે પગલાં તો ફૂલોને વસંત મળે, 


એમને ખોજવા બધે ય ફરી વળું 'પ્રેમનિર્ઝર',

ને જાઉં જો મારા હૈયામાં તો એ મને સામા મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance