વિરહાગ્નિ
વિરહાગ્નિ
છુટા તો આપણે પડી ગયા હવે
ખંજર હૃદયમાં ઉતરી ગયા હવે
તૂટી વિશ્વાસની નૈયા ડૂબી ગઈ હવે,
પગલાં પ્રીતના કિનારે એ રહી ગયા હવે
તારી મૈત્રીના વચનો વિરહાગ્નિમાં હોમાઈ ગયા હવે
ચાંદની રાત્રિના એ તારા શમણાં ભુલાઈ ગયા હવે
ખર્યા આંસુઓ બે ચાર ને કાગળ પલળી ગયા હવે
મારી જ ગઝલના શે'ર મારી ટીખળ કરી ગયા હવે
ઝુલ્ફોમાં ખોસેલા એ પ્રણયપુષ્પો ખરી ગયા હવે
રહી ગયા શુષ્ક ખડક ને સ્નેહજળ વહી ગયા હવે
જુલમી દુનિયાના ચીંધ્યા માર્ગે પ્રેમપથિક ભટકી ગયા હવે
તારું હૃદય ચૂક્યું ધબકાર, શ્વાસ મારા અટકી ગયા હવે
બસ આટલે આવીને 'પ્રેમનિર્ઝર' શબ્દો ખોવાઈ ગયા હવે
લખ્યું તારું નામ કવિતામાં ને અમે ખૂબ વગોવાઈ ગયા હવે

