STORYMIRROR

નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'

Romance

3  

નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'

Romance

હાલનું જીવતર

હાલનું જીવતર

1 min
263

તમે પૂછો જીવતરના હાલ,

અરે, આ તે કેવો કપરો સવાલ,


ચાલો કહું તમને મારા દિલની વાત,

સાંભળો જીવનમાં કેવું છે પ્રપાત,


મનમાં સર્વત્ર અંધકાર વ્યાપી ગયો છે.

અરે, નહીં માનો જમાનો વિસરાઈ ગયો છે,


એકમેકની પ્રિતમાં હતા અમે તર-બ-તર,

હે ખુદા, પછી અમને લાગી કોની નજર,


રસ્તાને એના, મારા નયન રોજ જોયા કરે છે,

એમની પ્રતીક્ષામાં આંસુઓ વહાવ્યા કરે છે,


જ્યારથી બંધ થયો છે એમના ઝાંઝરનો ઝંકાર,

મારી કાવ્યસૃષ્ટિમાં પણ છવાયો છે સુનકાર,


મારી કલમ આજ મને બોલાવે છે,

અધૂરા કાવ્યની પંક્તિઓ યાદ કરાવે છે,


હૈયામાં 'પ્રેમનિર્ઝર' ઉભરાય છે, 

પંક્તિઓ પૂરી કરવા હૃદય પ્રેરાય છે,


પણ....ત્યાંજ એમની યાદો નયનોમાં અશ્રુઓની સરવાણી લઈ આવે છે, મારાથી કલમ મૂકાઈ જાય છે,


અને... પંક્તિઓ અધૂરી રહી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance