Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'

Romance

4.9  

નાસિર મોમીન 'પ્રેમનિર્ઝર'

Romance

વર્ષાકાળનો વિરહ

વર્ષાકાળનો વિરહ

1 min
202

આજે જુઓને આ મોસમ બન્યું કેટલું રંગીન છે;

ઉફ, બહાર વરસે વરસાદ ને હૈયું ગમગીન છે,

પ્રિયે, આ વર્ષા જાય છે, હવે લઈને જામ પ્રણયના;

ને આપણી મુલાકાત વિશે વિચારવું અર્થહીન છે,

આ વરસાદ ભીંજવે છે સહુને પ્રેમધારાથી કેવો ! 

ને હું રહી જાઉં સાવ કોરો, બેશક એ મુમકીન છે,

શુષ્ક વહી ગઈ આખી વર્ષા તારા વિયોગમાં પ્રિયે,

ને ટેવાઈ ગયું છે હવે, આ હૈયું ય વિરહનું શોખીન છે,

જો તને મન થાય તો આવજે કદીક વરસવા,

સૂકાઈ ગયું છે આ 'પ્રેમનિર્ઝર', એ હવે તારા આધીન છે.

Rate this content
Log in

Similar gujarati poem from Romance