કેટલો પ્રેમ કરું છું
કેટલો પ્રેમ કરું છું
કેટલો પ્રેમ કરુ છું તેની તને ખબર છે,
મળ્યા'તા નયન એટલી જ મને ખબર છે.
રસ્તાને જોઇ રહ્યોં છું રસ્તાને જ ખબર છે,
આવશો આ રસ્તેથી એટલી કોને ખબર છે !
રાહમાં વીતે દિનો એની તને ક્યાં ખબર છે !
કદી પ્રેમ આપશો એટલી સૌને ખબર છે
તમે જે સ્પર્શીતી કળી હજી એ અકબંધ છે
સુગંધ તો વહે છે તેની હવાને ખબર છે.
વિતશે યુવાની રાહમાં તને ક્યાં ખબર છે !
રૂહ કરશે યાદ તેની જગને ખબર છે.

