STORYMIRROR

Rayde Bapodara

Romance

4  

Rayde Bapodara

Romance

ઉત્તરાયણ

ઉત્તરાયણ

1 min
357

હું બનું દોર ને તું પતંગ બની જા, 

ઉત્તરાયણ ઉત્સવની આવી જાય જો મજા,


ઊંચે ગગનમાં તું મોજથી વિહરે, 

મારે સહારે તને ઊંચે ઊડવાની મજા,


ઊડે ઊંચે આકાશે તું, હું ધરતી પરે, 

અંતર ખાસુ લાગે છતાં સંગાથની મજા,


જીવનભરની ફિરકી સદા ભરી ભરી જ રહે, 

કોઈ પેેેચ ન લગાવે તો મળે જિંદગીની મજા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance