STORYMIRROR

Mrudul Shukla

Romance

4  

Mrudul Shukla

Romance

લાગણીસભર કવિતા

લાગણીસભર કવિતા

1 min
401

સ્મિત શું હળવુ અમે જોયું, અમે ભરમાયા      

નજરથી નજર મળી, જોયુ તમે શરમાયા 


વાચા ફુટી આંખો ને, અને વાતો થઈ ગઈ

બન્નેના મન હવે, જરા જરા ગભરાયા    


વાત જાણે શું થઈ ગઈ, ખબર ના પડી     

એક બીજાના દિલ, સામસામે ટકરાયા       


શરુ આ વાત થઈ, કેમ હવે કહું એને      

વાત જો થાય જરા તો જગમાં નજરાયા                                    


જો હશે સાથ તમારો, ડગ સાથે માંડશુ    

હાથ જાલ્યો જગ સામે, ના થશો રઘવાયા 


ચક્રવાત છે આ સંસાર એ હવે સમજાશે 

જ્યારે થઈ જશો એક બીજા ના પડછાયા


થોડું સમજી લેશુ સંસાર ના નિયમોને તો                   

જીવનની પાનખરમાં ઉગશે ફૂલ જે મુરઝાયા 


Rate this content
Log in

Similar gujarati poem from Romance