STORYMIRROR

Divya Joshi

Romance Others

4  

Divya Joshi

Romance Others

છોડી આવી

છોડી આવી

1 min
355

માત્ર તારા માટે જે દરેક હદ ને વટાવી ને આવી,

બસ તને પામવા જે બધી સરહદ તોડીને આવી,


કોઈ સમજે કે ના સમજે એને કોઈ ફર્ક નહિ પડે,

તું સમજજે એને જે તારા માટે બધું છોડીને આવી,


તું માનીશ વાત એની તો પરિવાર ને ખરાબ લાગીશ,

છતાં તું સાંભળજે એને જે પોતાના ને મૂકીને આવી,


તું પતિ સાથે-સાથે બનજે એનો એક મિત્ર મજાનો,

જે તારા માટે પાનખરમાં પણ વસંત લઈને આવી,


પડછાયો બનજે એનો આપજે થોડું મહત્વ ' દિવું ',

થોડું આપજે માન જે પોતાના શોખ ત્યજીને આવી.


Rate this content
Log in

More gujarati poem from Divya Joshi

Similar gujarati poem from Romance