STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

રૂદિયાની રાણી

રૂદિયાની રાણી

1 min
283

સૌથી અલગ સૌથી અદ્ભૂત અમારી કહાણી,

હું છું રાજા, અને એ છે મારી દિલની રાણી,


મને લાગે મારી જાત કરતા પણ વહાલી,

જાણે એની મધ જેવી મીઠી છે વાણી,


મારા રૂહમાં એ એમ પથરાણી,

જેમ દરિયામાં નદીનું પાણી,


જોઈ એનું પરી જેવું અદ્ભૂત રૂપ,

એના માટે મારા હૈયે લાગણી છલકાણી,


ભલી ભોળી સુરત એની ભલી ભોળી વાણી,

મને જોઈને એ થોડું થોડું મલકાણી,


મારી પીડા જોઈ, એની આંખમાં દર્દ મે જોયું,

આંખોમાં એની મારા માટે પ્રીત દેખાણી,


નથી શબ્દોથી એકરાર કર્યો એને મારા પ્રેમનો,

પણ એની સાગર જેવી આંખોમાં મારાથી વંચાણી,


હું તો બની ગયો એના પ્રેમમાં પાગલ,

સમજી બેઠો મારા રૂદિયાની રાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance