આપણે અફેર કરીએં
આપણે અફેર કરીએં
ચાલ, આપણે અફેર કરીએં,
હું અલગ, તું પણ અલગ, છતાં એક થઈએં,
ચાલ, આપણે અફેર કરીએં.
છેડાછેડી લગ્નની થોડીવાર માટે છૂટી પાડીએં,
હું તારી રાહમાં, તું મારી રાહમાં એકબીજાને શોધીએં,
ચાલ, આપણે અફેર કરીએં.
અધિકારો એકબીજાના પડખે રાખીએં,
જવાબદારીઓથી થોડા છૂટા પડીએં,
ચાલ, આપણે અફેર કરીએં.
એક જ ઘરમાં રહીને બન્ને માટે સમય કાઢીએં,
અબોલા હતાં ઘરમાં, તેને ફરીથી વાચા આપીએં,
ચાલ, આપણે અફેર કરીએં.
જૂનાં ફેરાંને અને અગ્નિની સાક્ષીને યાદ કરીએં,
અંતરપટને આપણાં વચ્ચેથી ફરી હટાવીએં,
ચાલ, આપણે અફેર કરીએં.

