પણ
પણ
પણ ચાહવાનું મન તો થાય છે
પણ ચાહી શકતો નથી
અતીતનાં સંભારણાને વર્તમાનમાં
પણ લાવવું હોય તોય લાવી શકતો નથી
જમાનાની નવી રીત-રસમો તોડવાનું મન થાય છે
પણ સંબંધોની બેડીઓથી બંધાયેલ પગ
ઉંબરાને ઓળંગી શકતો નથી
વારંવાર એ જ ચાહતને સ્મરણમાં લાવવા માંગું છું
પણ તારી યાદથી ભીંજાયેલી આંખોને
સંસાર સમક્ષ લાવી શકતો નથી
ભલે ' મીન ' આ ભવસાગરમાં નાવની પતવાર નથી
પણ એના નામના સહારે
વમળમાં પણ ડુબી શકતો નથી
