પ્રારંભ
પ્રારંભ
1 min
251
શબ્દ વડે ક્લમને માટે શણગારવી છે,
કવિતા-ગઝલની નવી કેડી કંડારવી છે,
ન મળે જો શબ્દો ક્યારેક સ્મૃતિકોષમાં,
તો આજે મને બારાખડીને પાસે બેસાડવી છે,
કરી થોડી-ઘણી શબ્દની હેરાફેરી માટે તો,
રસિકો સમક્ષ અવનવી ભેટ પધરાવવી છે,
ધવલ ફલક પર ઉતારવી છે શબ્દની સૌરભ મારે,
શબ્દ શોકિનો માટે મધુબનની કેડી આકારવી છે,
શબ્દના ગહન અર્થને કોણ લખી જાણી શકે છે ?
હવે કલમ વડે મારે આ તાકાત અજમાવવી છે,
છે આતો પ્રારંભ ' મીન ' તારી શબ્દસૃષ્ટિનો,
હજી તો કેટલીય કાવ્ય રચના બાકી લખાવવી છે.
