STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

4  

Kiran piyush shah "kajal"

Romance

પાળે નહીં

પાળે નહીં

1 min
368

છે ઘણી ચાલાક બચ્ચાં તો કદી પાળે નહીં,

થાય ઓણખ તોય એનો જીવ તો હાલે નહીં.


આજ ચાલાકી બધી માથે પડી સમજાય છે,

ને મુસીબત પણ અચાનક આવતી ભાળે નહીં.


કારણો સાચાં મળી જાશે પછી સમજણ પડે,

કેટલાં વિધ્નો કર્યા'તા પાર એ જાણે નહીં. 


સાદ મોસમનો હતો એ સાંભળીને થાય કે, 

ગીત ગાતાં નાચતા વિંહગ હવે ભાગે નહીં 


કાલ થાશે વાત નોખી આભ જાણે કેનવાસ,

ધુંધળી આંખે નવા ચશ્મા કદી ફાવે નહીં. 


આખરી પળ જેમ જીવી જિંદગીની એ પળો, 

સાચવીને ભીતરે ભંડારી દીધી તે નહીં. 


ખાસ કાજલ વાત કરતી યાદ છે ને આપને ? 

આગવું છે સ્થાન સામાન્ય અહીં ચાલે નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance