STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

4  

Ramesh Patel (Aakashdeep)

Romance

મેળો…

મેળો…

1 min
407

સૂરના સંગાથે સંગીતના તાલે, વરસે છે વ્યોમેથી વ્હાલ

આવોને સહિયર મેળે મહાલીએ, મલકે છે આભલે ચાંદ

 

આભની અટારીથી ઓલી વાદળી, દે સંદેશડા સાજન

સખીઓ મારી હું શર્મિલી, ઝૂમે અંતરના ઓરડાની યાદ

 

ભાતીગળ ચૂંદડીએ છોગાળા, ધબકે છે દિલડાનાં ઢોલ

રમઝટ ઘૂમી દેજો રે તાળી, મનગમતા મ્હાલે મન શોર

 

હાથનો લચકો ને પગનો ઠૂમકો, નાચે છે મનડાનો મોર

આવોને સાહેલીઓ યૌવનની પાંખે,ગોતીએ દીલડાનો ચોર

 

ઘમ્મર ઘમ્મર ગરબામાં ઘૂમીએ, સજ્યા છે સોળે શણગાર

ઢોલ ધબૂકે જોબનિયું  મલકે, રણકે શોણલે ઝાંઝર ઝણકાર

 

નયનોના મચકા ને કમ્મરના લટકા, રૂમઝૂમ રસીલા રે તાલ

મુખડું મલકે હૈયું થડકે, અંગ અંગમાં રમે ભીંના તલસાટ

 

રતુંબલ ગાલ ને હસે છે હોઠ, આજ વાગ્યાછે પ્રીત્યુંના પાવા

ઘૂમે છે ચગડોળ મનના આભલે, માણવા છે યૌવનના લહાવા


Rate this content
Log in

Similar gujarati poem from Romance