હસ્તાક્ષર
હસ્તાક્ષર
તને વાંચતા જ ન આવડતું હોય છતાં હું તારી માટે લખું અને
તું જાણકાર હોય પ્રેમની તો શબ્દો તને સોહામણા જ લાગે ને,
અને માન કે તું વાંચી લે જે કાંઈ આડું-અવળું ચીતર્યું હોય,
તો આંખને અણગમતા વળાંકો પણ તને મોતીના દાણા જ લાગે ને.
આમ ભલેને હોય એ બધાં તારા નજદીકી ભાઈબંધ,
તને અમસ્તાં'ય અડી જાય એ મને તો અળખામણા જ લાગે ને.
આમ મારી નજરથી જોઈએ તો મને લાગે કે એ ઘાયલ કરે,
અને તને તો આ નેહ-મિલન ઓવારણાં જ લાગે ને.
બીજાને લાગે જે ખાલી કાલી-ઘેલી વાતો,
તારા સ્વરમાં સાંભળી મને વધામણાં જ લાગે ને.

